બંધ કરો

ઇન્દ્રેશ્વર મહાદેવ

ભાણવડથી ખંભાળિયા જવાના રસ્તા પર ત્રણ નદિઓના સંગમ સ્થળ વચ્ચે આવેલું આ પ્રાચિન ઇન્દ્રેશ્વર મંદિર ત્રિવેણી સંગમને કારણે નયનરમ્ય સ્થળ તરીકે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળે આવેલું સ્મશાન જાગતા સ્મશાન તરીકે પ્રસિધ્ધ છે. ઇન્દ્રેશ્વર સરોવર નામનું વિશાળ સરોવર આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

ત્રિવેણી સંગમમાં બે નદીઓ છે જે વર્તુ નદી અને ફાલકુ નદી મળીને વર્તુ નદીમાં વહે છે. આ જગ્યાએ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર સ્થિત છે.

ત્રિવેણી સંગમ ઘાટ પર સ્થિત જ્યાં પાંડવોએ તેમના દેશનિકાલ દરમિયાન ભગવાન શિવની પૂજા કરી હતી. ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લેવા માટે ઘણા સ્નાન બિંદુઓ છે. યાત્રાળુઓ અને બાળકો રમવા માટે સારી બેઠક વ્યવસ્થા સાથે સુંદર બગીચો છે.

ભાણવડના ત્રિવેણી સંગમ ઘાટ પર બિરાજતા ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણી અમાસે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.મેળામાં આવવા જવા એક જ પુલ છે, જેથી લોકોએ પોલીસ અને સ્વયંસેવકની સુચનાને અનુસરવા અને સલામતી જાળવવા તાકીદ કરેલી હોઈ છે.

ફોટો ગેલેરી

  • ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર
    ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર
  • ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ભાણવડ
    ઇન્દ્રેશ્વર મહાદેવ પરીસર
  • ઇન્દ્રેશ્વર ભાણવડ
    ત્રિવેણીસંગમ

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

જામનગર અથવા પોરબંદર એરપોર્ટ પર ઉતરણ કરીને, તમે રોડ દ્વારા ઇંદ્રેશ્વર મંદિર તરફ મુસાફરી કરી શકો છો.

ટ્રેન દ્વારા

ભાણવડ રેલ્વે સ્ટેશન પહોંચીને આપણે રોડ દ્વારા 7 કિલોમીટર મુસાફરી કરીને ઇંદ્રેશ્વર મંદિર સુધી પહોંચી શકીએ છીએ.

માર્ગ દ્વારા

પોરબંદરથી બખરલાથી 45 કિ.મી. મુસાફરી કરીને, અને જામનગરથી ખંભાળીયા 95 કિલોમીટરની મુસાફરી કરીને પહોચી શકાય છે.