બંધ કરો

જિલ્લા વિષે

દ્વારકા શહેર રાજ્યમાં સૌથી અગ્રણી પ્રદેશમાંના એક તરીકે સાબિત થયું છે. આ શહેર એક પવિત્ર શહેર તરીકે ગણવામાં આવે છે અને ઘણા બધા ધાર્મિક સ્થળો અહીં આવેલ છે. દ્વારકા મહાન ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવે છે અને તે ભગવાન કૃષ્ણના આદેશથી વિશ્વકર્મા દ્વારા બાંધવામાં આવ્યું હતું. 3138 બીસીની આસપાસ આ શહેર પાણીમાં ડૂબી ગયું હતું તેવું માનવામાં આવે છે. પરંતુ ત્યારબાદ પુરાતત્વીય સ્થાપકોની મદદથી સાથે આ શહેરનો ફરી વિકાસ થયો અને અસ્તિત્વમાં આવ્યું.

જામ ખંભાલિયા એ નવ રચિત  દેવભુમી દ્વારકા જીલ્લાનું મુખ્ય મથક છે, જે 15 ઑગસ્ટ 2013 ના રોજ જામનગર જીલ્લામાંથી બનાવવામાં આવ્યો  હતો. આ  દેવભુમી દ્વારકા નામ, દ્વારકાના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર જે હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ ચાર પવિત્ર સ્થાનો પૈકીનુ એક છે તેના પરથી આપવામાં આવેલ છે.

દેવભુમી દ્વારકા જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે.

આ જિલ્લાની ફરતે અરબી સમુદ્ર, જામનગર જીલ્લો અને પોરબંદર જીલ્લો આવેલા છે.

સ્થાન : અક્ષાંશ – 21.89º N to 22.31º N,  રેખાંશ – 69.33º E to 69.71º E

દેવભુમી દ્વારકા જિલ્લામાં ૨ પ્રાંત, ૪ તાલુકાઓ, ૨૪૯ ગામ, ૬ નગરપાલિકાઓ આવેલી છે.

દેવભુમી દ્વારકા જીલ્લામાં બે પ્રાંત ખંભાલિયા અને દ્વારકા આવેલા છે.ખંભાલિયા પ્રાંતમાં ખંભાલિયા અને ભણવડ તાલુકાઓ  છે, જ્યારે દ્વારકા પ્રાંતમાં ઓખા-મંડળ અને કલ્યાણપુર તાલુકાઓ છે.