જિલ્લાનો નકશો
દેવભૂમિ દ્વારકા ભારતના પશ્ચિમ ભાગ તેમજ ગુજરાતના પશ્ચિમી ભાગમાં આવેલ છે. આ પ્રદેશને પ્રાચીન નામકરણ મુજબ હાલાર પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવભુમી દ્વારકામાં ચાર તાલુકાઓ છે જેમ કે ઓખામંડળ, કલ્યાણપુર, ભણવડ અને ખંભાળીયા. અગાઉ દેવભુમી દ્વારકા જામનગર જીલ્લાનો ભાગ હતો, પાછળથી તેને વર્ષ 2013 માં દેવભુમી દ્વારકા જીલ્લા તરીકે અલગ કરવામાં આવે છે. ઘુમલી મંદિર, હર્ષદમાતા મંદિર, હનુમાન દાંડી, બેટ દ્વારકા, રુક્ષમણી મંદિર, નાગેશ્વર મંદિર જેવા અનેક ધાર્મિક તીર્થ સ્થાનો છે. હાલારતીર્થ પોતે, દ્વારકા મંદિર અને અન્ય ઘણાં સ્થળો જોવાલાયક છે.