પીંડારા
કલ્યાણપુર તાલુકાની સરહદે રાણ પીંડારાના નામથી ઓળખાતું પીંડારા ગામ, પાંડવોના યુગની ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલું મનાય છે. મહાભારત યુધ્ધ પછી ઋષિમુનિઓની સલાહથી અહીં પાંડવોએ ૧૦૮ લોખંડના પિંડ તારવ્યા હતા ત્યારથી આ સ્થળ પિંડતારક કહેવાયું હોવાની માન્યતા છે.
એવું માનવામાં આવે છે કે, પાંડવોએ ત્રયમ્બકેશ્વર કુંડ ખાતે પિતૃ તર્પણ કર્યું હતું. દર વર્ષે ભાદરવા માસની અમાસે જ્યારે દરિયામાં ઓછી ભરતી હોય ત્યારે લોકો આ સ્થળની મુલાકાત લે છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
જામનગર એરપોર્ટ પર ઉતરાણ કરીને NH 947 દ્વારા 104 કિ.મી. મુસાફરી દ્વારા પહોચી શકાય છે.
ટ્રેન દ્વારા
ખંભાળીયા રેલવે સ્ટેશન પહોંચીને, 50 કિલોમીટરની મુસાફરી કરીને પહોચી શકાય છે.
માર્ગ દ્વારા
NH 947 થી મહાદેવીયા ગામ તરફનો મુખ્ય રસ્તો છે, ત્યારબાદ 8 કિલોમીટરની મુસાફરી કરીને પહોંચી શકાય છે.